Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા પોલીસ મથકનો છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ભરૂચ ખાતેથી ઝડપાયો

  • October 05, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનનાં ગુનાહિત વિશ્વાસઘાતનાં ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ભરૂચ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૫/૧૦/૨૦૨૪નાં રોજ ખાનગી વાહનમાં પેટ્રોલીગમાં હતા.

તે દરમિયાન એ.એસ.આઈ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.હે.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, ભરૂચ ખાતેથી વ્યારા પોલીસ સ્ટેશનનાં ગુનાહિત વિશ્વાસઘાતનાં ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ચેતન નારાયણભાઈ પાટીલ (ઉ.વ.૩૮., હાલ રહે.શહજાન, લક્ઝુરિયસ રૂમ નંબર ડી ૯૦૧, ભરૂચ, બી-૧૦૩, પેનીનસોલા પાર્ક ડી-માર્ટની પાસે, વિરાર, વેસ્ટ મુંબઈ)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application