સુરતનું દંપતી મોટરસાઈકલ લઈ બારડોલી ખાતે લગ્ન પ્રસંગ હાજરી આપવા માટે જઈ રહ્યું હતુ તે દરમિયાન બારડોલી નગરની હદમાં મોટરસાઇકલને પાછળથી અજાણ્યા ટેમ્પાએ ટક્કર મારતા મોટરસાયકલ સવારનું મોત નીપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર, સુરત શહેરનાં પાલનપુર ખાતે રામનગર સોસાયટીમાં રહેતા અશોકભાઈ દલપતભાઈ મૈસુરીયા (ઉ.વ.47) તેમની પત્ની તરૂલતાબેન સાથે રવિવારનાં રોજ મોટરસાઈકલ GJ/05/EB/5275 લઈ સુરત ખાતેથી બારડોલી લગ્ન પ્રસંગે હાજરી આપવા નીકળ્યા હતા.
તે દરમીયાન મોડી સાંજે 7.:30 વાગ્યાનાં અરસામાં કડોદરા બારડોલી સ્ટેટ હાઈવે પર આવેલા ગાર્ડન સેન્ટર નર્સરીની સામે તેઓની મોટરસાઇકલને પાછળથી કોઈ અજાણ્યા ટેમ્પા ચાલકે મોટરસાયકલને ટક્કર મારી હતી. જોકે અકસ્માતમાં દંપતી રસ્તા પર પટકાતા અશોકભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પુત્રને બારડોલી ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application