Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાટીયા બાયપાસ પાસે ટ્રકે કારને અડફેટે લેતાં મોગલ માતાજીનાં મંદિરે દર્શન કરવા નીકળેલ યુવકનું મોત

  • October 31, 2023 

જામનગરનાં ભાટીયા બાયપાસ પાસે ટ્રકે કારને અડફેટે લેતા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા જઇ રહેલા નંદાણા ગામના યુવકનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય યુવકને ઇજા થઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રાજેશભાઈ રઘુભાઈ પરમાર (ઉ.વ.31) કાર લઈને તેમની સાથે ભાટીયા ગામનાં દેવાભાઈ હરજીભાઈ ગોરડીયાને સાથે લઈને ભાટીયાથી નંદાણા ગામે મોગલ માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા.



ત્યારે ભાટીયા બાયપાસ નજીક આવેલ એક હોટલ પાસે પહોંચતા સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક ટ્રકના ચાલકે ઈક્કો કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જયારે આ અકસ્માતમાં રાજેશભાઈ રઘુભાઈ પરમારને ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા દેવાભાઈ ગોરડીયાને પણ ફ્રેકચર સહિતની ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે કલ્યાણપુર પોલીસે દેવાભાઈ હરજીભાઈ ગોરડીયાની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News