ઉમરગામ તાલુકાના કરમબેલામાં ગાળો બોલવા બાબતે યુવક વચ્ચે થયેલી મારામારીમાં એકને ઈજા થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કમલબેલામાં પાર્થકુમાર પોતાના મિત્રો સાથે હતા. તે સમયે યશ હસમુખભાઈ હળપતિ અને રોહિત રણજીતભાઈ હળપતિ તેમના મિત્રો સાથે આવી યશને પાર્થના સામે જોઈ ગાળ બોલતા પાર્થે પૂછ્યું કે, મને ગાળો કેમ બોલે છે??? જેથી યશ ઉશ્કેરાઈને ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હતી. તે દરમિયાન યશ અને રોહિત બંનેએ પાર્થને ઢીક મારી લોખંડની ફેટથી અને વાસના લાકડાથી ફટકાવ વડે મારમારી ઇજા પહોંચાડી હતી અને પાર્થને સારવાર માટે વાપી હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પીડા ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application