વલસાડનાં રોણવેલ ગામનાં ટેકરા ફળિયામાં રહેતા રાકેશભાઈ રમેશભાઈ રાઠોડ અલગ અલગ મેળાઓમાં પોપકોર્નની દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે. તેમની દુકાનમાં પિન્ટુ આનંદભાઈ બાબુ (ઉ.વ.30., મૂળ રહે.જામ્બોની આંધરથોલે બંકુરા, પશ્ચિમ બંગાળ) મજૂરી કામ કરતો હતો. જોકે રાકેશભાઈ થોડા દિવસ પહેલા ધરમપુરના દરબાર કંપાઉન્ડમાં આયોજિત મેળામાં પોપકોર્ન વેચતા હતા. રાજકોટના અગ્નિકાંડના પગલે મેળો હાલમાં બંધ છે.
રાકેશભાઈએ પોપકોર્નની દુકાનનો સામાન દરબાર કંપાઉન્ડમાં જ રાખ્યો હોય, સામાન સાચવવાની જવાબદારી પિન્ટુ કરતો હતો. જયારે ધરમપુરના દરબાર કંપાઉન્ડ રોહિતભાઈ લાઈટવાળા પોપકોર્નની દુકાનમાં કામ કરતા પિન્ટુને ખર્ચના નાણાં આપવા માટે ગયા હતા. તેમણે પિન્ટુને ઉઠાડવાનો પ્રયાસ કરતા, પિન્ટુ ઉઠયો ન હતો આ બાબતે તેમને રાકેશભાઈને જાણ કરતા, રાકેશભાઈ અને તેમની પત્ની અંજલીબેન દરબાર કંપાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. પિન્ટુને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પિન્ટુને મૃત જાહેર કર્યો હતો. શ્રમજીવીનું કથિત રીતે હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે. જે બાબતે રાકેશભાઈ રાઠોડએ ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500