ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિર્દેશ અનુસાર હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકામાં બામટી ગામે આદિજાતિ વિભાગના આદર્શ નિવાસી શાળાના હોલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંપૂર્ણ સંચાલન જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદર્શ નિવાસી શાળાના પી.ટી. શિક્ષક, કપરાડા નિવાસી શાળા બામટીના, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ, યોગ ટ્રેનર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સરસ્વતી સાધના વિદ્યાલયની બાળાઓએ લોક નૃત્યની કૃતિ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application