વ્યારા કાનપુરામાં ગાર્ડન હોમ્સ સોસાયટીમાં મકાન બાંધકામ દરમિયાન એક શ્રમિક મહિલાના માથા ઉપર માલ ભરવાની ખાલી ટ્રોલી પડી જતાં ગંભીર ઈજાને કારણે સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના કુકરમુંડા ગામમાં રહેતા નાજુકાબેન રવિભાઈ પાડવી (ઉ.વ.35)નાઓ મકાન બાંધકામના સ્થળે ઉપર મજૂરી કામ કરતા હતા. જોકે વ્યારા ખાતે મકાન બાંધકામના સ્થળે મકાનના ધાબા ઉપરથી માલ ભરવાની ખાલી ટ્રોલી શ્રમિક મહિલા નાજુકાબેન પાડવીના માથા ઉપર પડતાં મહિલાને ગંભીર ઈજા પહોંચતા ઇજાગ્રસ્ત મહિલાને જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે સારવાર માટે ખસેડવામાં આવતા જયાં ફરજ ઉપરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે વ્યારા પોલીસ મથકે રવિભાઈ પાડવી નાએ જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application