ડાંગ જિલ્લામાં ગુરૂવારનાં રોજ સાંજે 4 વાગ્યેથી શુક્રવારે સાંજે 7 વાગ્યે પુરા થતા 24 કલાકમાં વઘઇમાં 64 મી.મી. (2.5 ઈંચ), સુબીરમાં 51 મી.મી. (2 ઈંચ), સાપુતારામાં 45 મી.મી. (1.8 ઈંચ) અને આહવામાં 37 મી.મી. (1.5 ઈંચ) વરસાદ પડતા જિલ્લામાં સરેરાશ 50 મી.મી. (2 ઈંચ) વરસાદ પડતા સાર્વત્રીક પાણી પાણી થઈ ગયું હતું. સાપુતારા ખાતે વરસાદી માહોલથી ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઠાઇ જતા નજારો આહલાદક બની ગયો હતો.
વઘઈ તાલુકાનાં કુકકસ ગામે આવેલ સુભાષભાઈ પાડવીનાં ખેતરમાં ડાંગરની રોપણી કરી રહ્યા હતાં તે દરમિયાન વૃક્ષ અચાનક પડતા ખેતરમાં કામ કરતા સુંદરીબેન અશોકભાઈ પવાર (ઉ.વ.52)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ અશોકભાઈ સહિત અન્ય ચારને ઇજા થતા વઘઈ પી.એચ.સી. ખાતે સારવાર માટે લઇ ગયા હતાં. જ્યાં અશોકભાઈ પવારને વધુ સારવારની જરૂરીયાત લાગતા તેઓને વલસાડ રીફર કર્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application