Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીનાં કરોલ બાગ વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાય થયું, ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી

  • September 18, 2024 

દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે જનજીવન ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે, ત્યારે કરોલ બાગ વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઇમારતનો અમુક હિસ્સો પત્તાના મહેલની જેમ તૂટી જતાં તેની નીચે 15 જેટલા લોકો દટાયા હોવાની આશંકા છે. દુર્ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર 3 માળનું મકાન હતું જે ધરાશાયી થઈ ગયું હતું. કરોલ બાગના બાપાનગરમાં આંબેડકર ગલી હીલ માર્કેટ વિસ્તારમાં આ ઘટના બની હતી.


લેટેસ્ટ અપડેટ અનુસાર આ દુર્ઘટનામાં લગભગ 15 જેટલાં લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હોવાની આશંકા છે જેમને બચાવવા માટે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં દિલ્હીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ‘કરોલ બાગ વિસ્તારમાં મકાન પડવાની આ ઘટના ખૂબ જ દુઃખદ છે. મેં જિલ્લા અધિકારીને ત્યાં રહેતા લોકો અને પીડિતો માટે શક્ય તેટલી મદદ કરવાનો આદેશ આપ્યો છે. "જો કોઈને ઈજા થઈ હોય તો મદદ કરો અને આ અકસ્માતના કારણો શોધો. આ વર્ષે ઘણો વરસાદ થયો છે. હું દિલ્હીના તમામ લોકોને અપીલ કરું છું કે બાંધકામ સંબંધિત અકસ્માતો ટાળો. જો તમને કોઈ શંકા હોય તો, તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરો અને કૉર્પોરેશન, સરકાર તાત્કાલિક મદદ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application