Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડના અબ્રામાની કંપનીમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગે સેમિનાર યોજાયો

  • November 09, 2023 

બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલબેન સોલંકી વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વલસાડના અબ્રામા ખાતે મેલડી માતા મંદિરની પાછળ આવેલી PENTEL STATIONERY INDIA PVT. LTD. ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટએ મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપી હતી. બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું કે, રસ્તે જતી કોઈ પણ દીકરી કે મહિલાની છેડતી થાય તો તાત્કાલિક ૧૮૧ અથવા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી અને સલામત સ્થળે પહોંચવા માટે મદદ કરવી.



વલસાડ મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની મહિલાલક્ષી કાયદાઓ વિશે સંપૂર્ણ જાણકારી આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર દિવિશાબેન પટેલ દ્વારા PBSC વિશે માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કમલેશ ગીરાસે દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ વિશે PPT અને પ્રતિકાર ફિલ્મ બતાવી વિગતવાર માહિતી આપી હતી.



આ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓને ગુડ ટચ, બેડ ટચ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારી ગીરીબાળા આચાર્ય, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના કર્મચારી દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં કુલ ૪૦૮ લાભાર્થી હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં IEC કીટ વિતરણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application