Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નવા કાયદા તથા વ્યાજખોરીની બદી દુર કરવા અંગે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો

  • July 03, 2024 

પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીર સિંહ (IPS) સુરત વિભાગ, તથા ડાંગ પોલીસ અધિક્ષકશ્રી યશપાલ જગાણીયા દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદના ઉદ્દેશથી, લોકોપયોગી સકારાત્મક કામગીરીના ભાગરૂપે નવા કાયદાની જાગૃત્તિ તથા વ્યાજખોરીની બદી દુર કરવા અંગે લોકસંવાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.જે.નિરંજન, એસ.ઓ.જી શાખાના પોલસ સબ ઈન્સ્પેક્ટર શ્રી.એમ.એસ.રાજપુત તથા તેઓની સમગ્ર ટીમ સાથે સંકલનમાં રહી, તારીખ ૧/૭/૨૦૨૪ના રોજ આહવા પોલીસ હેડ ક્વાર્ટરના તાલીમ ભવન ખાતે, નવા કાયદા અને વ્યાજખોરીની બદી દુર કરવા લોકસંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ૧ જુલાઈથી લાગુ થનાર નવા ત્રણ ફોજદારી કાયદાઓ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ વ્યાજખોરીની બદી નાબુદ કરવા સાથે આવા લોકોના ત્રાસમાં સપડાયેલા લોકો ગભરાહટ તથા ભયના કારણે પોલીસ સુધી પોતાની ફરીયાદ રજુઆત કરવા આવી શકતા નથી, જેથી આવા લોકો પોતાની રજુઆત નિર્ભયપણે કરી શકે, તથા વ્યાજખોરોના ત્રાસથી તેઓના અસ્ત-વ્યસ્થ થઈ ગયેલા સામાજીક તથા આર્થિક જીવનને ફરીથી પુર્વવ્રત કરવાનો પ્રયાસ કરવા માટે જરૂરી લોકસંવાદનો કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં લોકસંવાદના કાર્યક્રમમાં નવા કાયદાની જાગૃત્તિ લોકોમાં આવે તે માટે પોતાના વક્તવ્ય રજુ કરી, નવા કાયદા વિશે સમજણ આપી હતી. તેમજ HDFC બેન્કના બેન્ક મેનેજરશ્રી દ્વારા, વ્યાજખોરોની બદીમાંથી દુર થવા લોકોમાં જાગૃત્તિ ફેલાય તે માટે લોકને પ્રોત્સાહીત કર્યા હતા. આ ઉપરાંત વ્યાજખોરી નાબુદ ઝુંબેશ અંતર્ગત નવા ત્રણ ફોજદારી કાયદાઓ અંગે લોકોપયોગી સકારાત્મક કામગીરીના ભાગરૂપે, ડાંગ જિલ્લાના સાપુતારા, વઘઇ, સુબિર અને મહિલા પોલીસ સ્ટેશના સર્વે પી.એસ.આઇઓના માર્ગદર્શનમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application