સુરતના માંડવી તાલુકાના જામકુઈ સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદના ઉપસ્થિતિમાં ઓમ સુરવયમ ટ્રસ્ટ દ્વારા આયોજીત સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઈ હતી. જેમાં જનરલ સર્જરીના ૩૦, મેડીસીનના ૬૦, ઈસીજીના ૧૦, ઓર્થોપેડીક ૮૦, ડેન્ટલ ૩૦, સ્કિન ૨૫, આઈ કેટરેક્ટ સર્જરી, ૪૦ અને ચશ્માના ૧૦૦ મળી કુલ ૩૭૫ દર્દીઓએ સારવાર લીધી હતી. તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, વી કેર કોલેજ ઓફ નર્સિંગ, ઓમ આર્યામ ટ્રસ્ટ અને કરુણા ફાઉન્ડેશન બારડોલીના સહયોગથી આયોજિત શિબિરમાં વિના મૂલ્યે કાર્ડિયોગ્રામ અને બ્લડ શુગરની તપાસ, દવા વિતરણ, આંખના નંબર તપાસી ચશ્મા વિતરણ, મોતિયા બિંદુનું ઓપરેશન, દાંતની તપાસ, રાહત દરે ચોકઠાની તપાસ અને અન્ય ઓપરેશન જેવી સેવાઓ આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500