Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય બાલિકા દિવસે તેજસ્વિની પંચાયતની નવી પહેલ

  • January 26, 2024 

વ્હાલી દીકરી યોજનાના મંજૂરી પત્ર અને દીકરી વધામણા કીટનું લાભાર્થીઓને વિતરણ કરાયું રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે વલસાડની કલેકટર કચેરીના સભાખંડમાં તેજસ્વિની જિલ્લા પંચાયત કાર્યક્રમ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષકની પ્રેરક ઉપસ્થતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં કલેકટરએ મહિલાઓની ભાગીદારી વિશે જણાવ્યું કે, મહિલાઓના ભાગમાં આર્થિક ભાગીદારી આવે ત્યારે સમાનતા કહેવાય જેવા કે આર્થિક નિર્ણયો, ગૃહિણીને પણ આર્થિક કામમાં અને નિર્ણયોમાં ભાગ લેવો જોઈએ. મહિલા નોકરી ધંધો કરતી હોય ન હોય અને ગૃહિણી તરીકે હોય તો તેના શ્રમનું મૂલ્ય અર્થવ્યવસ્થામાં મહત્વનું છે. તેના નિર્ણયનો પણ સ્વીકાર થવો જોઈએ. માત્ર ચર્ચાઓ જ નહીં પણ આદર્શ સમાજ તરફ આગળ વધીએ એ જરૂરી છે.



પ્રથમવાર આ પ્રકારનું આયોજન કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ કલ્પનાબેન પટેલે જણાવ્યું કે, બાળક ગર્ભમાં હોય ત્યાંથી લઈને દીકરીના લગ્ન થાય ત્યાં સુધીની યોજના સરકાર દ્વારા અમલમાં મુકાઈ છે. સમાજ હવે અંધશ્રધ્ધામાંથી બહાર નીકળ્યો છે. હવે દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદભાવ જોવા મળતો નથી. જે દંપતીને માત્ર એક કે બે દીકરી હોય તો તેઓ પણ ખુશી ખુશીથી દીકરીનો ઉછેર કરી દીકીરના માતા પિતા હોવાનું ગૌરવ અનુભવે છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બિજના પટેલે દીકરીઓના ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા વિશે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ કાર્યક્રમની શરૂઆત દીકરી અશ્વિની મણિલાલ પવાર દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગતથી કરવામાં આવ્યુ હતું.



આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોનું સ્વાગત પોષણ ટોકરી દ્વારા કરવામાં આવ્યું હતું. તેજસ્વિની પંચાયતની સામાન્ય સભા દીકરીઓ દ્વારા ચલાવવામાં આવી હતી. આ સભાની અંદર મહિલાઓને લગતા વિવિધ મુદ્દાઓ જેવા કે, બેટી બચાવો, બેટી પઢાવો, દીકરા-દીકરી એક સમાન, મફત શિક્ષણ, મતદાન અંગે જાગૃતિ, બાળ લગ્ન અને દહેજ પ્રથાનું દૂષણ, દીકરીઓને આર્થિક રીતે પગભર બનાવવી, આરોગ્ય અને સુરક્ષા, જાતિગત સમાનતા અધિકાર અને સરકારની વિવિધ યોજનાઓને અનુલક્ષીને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વ્હાલી દીકરી યોજનાના ૧૦ મંજુરી હુકમનું વિતરણ અને ચાર દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. દીકરી અશ્વિની મણિલાલ પવાર દ્વારા પ્રતિજ્ઞા વાંચન કરાવવામાં આવ્યું હતું. આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ જિલ્લા પંચાયત વલસાડ દ્વારા દીકરીઓને પ્રોત્સાહન માટે ઉદબોધન કરવામાં આવ્યું હતું. આભારવિધિ જિલ્લા મહિલા અને બાળ અધિકારી, વલસાડ દ્વારા કરવામાં આવી હતી. તેજસ્વિની પંચાયત કાર્યક્રમમાં ૪૦ થી વધુ પૂર્ણા દીકરીઓ, વિદ્યાર્થિનીઓ, વાલીઓ, શિક્ષકો મળી કુલ ૧૧૮ લોકો હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application