વ્યારા વન વિભાગના સોનગઢ રેન્જમાં આવેલ ગુણસદા બીટમાં સોનગઢ તાલુકાનાં સિંગલખાંચ ગામની આસપાસ વન્યપ્રાણી દીપડાની છેલ્લા 10 દિવસથી અવર-જવર જોવા મળી હતી જેને લઇ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છવાયો હતો ખેતી કામે માટે જતા ખેડૂતો માટે પણ વહેલી સવારે ખેતરે જવું મુશ્કેલ બન્યું હતું. જેથી ગ્રામજનોએ પાંજરું મુકવા વન વિભાગને રજૂઆત કરી હતી જેને પગલે તાપી કિનારે સૂર્યતાપેશ્વર મહાદેવ મંદિર નજીક પાંજરું મૂકવામાં આવ્યું હતું. જે દરમિયાન ગતરોજ વહેલી સવારે 4 વર્ષનો કદાવર દીપડો મારણ ખાવાનાં ઇરાદે આવતા પાંજરે પુરાયો હતો જેને જોવા આસપાસથી લોકોની ભીડ ઉમટી પડી હતી જોકે વન વિભાગની ટીમ તાત્કાલિક પાંજરા સહિત દીપડાને લઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application