ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે ચોમાસામાં ખુલ્લી ગટરથી લોકોને જીવનું જોખમ રહે છે. અગાઉ ખુલ્લી ગટરમાં પડી જવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આવી જ વધુ એક ઘટના નવસારી જિલ્લામાં બની છે. જેમાં બીલીમોરામાં છ વર્ષની બાળકી રમતા રમતા ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. બાળકીને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે 22 કલાક બાદ અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો.
ગુજરાતમાં ખુલ્લી ગટરમાં પડી જવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે વધુ એક બનાવ નવસારી જિલ્લાનાં બીલીમોરામાં બન્યો છે. જ્યાં શક્રવારનાં રોજ એક છ વર્ષની બાળકી બપોરના સમયે રમતા રમતા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જેને શોધવા માટે નગરપાલીકાની અને ફાયર વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે 22 કલાક બાદ અંબિકા નદીમાંથી મૃતદેહ મળ્યો છે. પોતાની વહાલસોયી દીકરી ગુમાવવાથી પિરવારજનો પર શોકની લાગણી છવાઈ ગઈ હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર, બીલીમોરામાં શુક્રવારે બાળકી ઘરે મોડે સુધી ન આવતા માતા-પિતા તેને શોધવા નીકળ્યો હતા. બાળકી ન મળતા CCTVની મદદ લેવામાં આવી હતી. ત્યારે સામે આવ્યું કે, બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ છે. જેમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બાળકી ગરકાવ થતી પણ નજરે ચડે છે. જોકે આ ઘટના બાદ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. અંતે 22 કલાક બાદ અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. બાળકીનું નામ શાહીન શેખ જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500