Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદનાં જીવરાજ પાર્કમાં આવેલ એક બિલ્ડિંગમાં આગ લાગતાં નાસભાગ મચી, આગમાં ફસાયેલ ત્રણ લોકોનું રેસક્યું કરાયું

  • August 16, 2023 

અમદાવાદ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. અમદાવાદ શહેરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરનાં જીવરાજ પાર્કમાં આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે ફાયર વિભાગની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હાલ આગ પર કાબું મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક વિગત પ્રમાણે બિલ્ડિંગનાં લિફ્ટમાં આગ લાગી હતી.



જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. આ આગની ઘટનાથી બિલ્ડિંગમાં નાસભાગ થઈ હતી. આગમાં ફસાયેલા ત્રણ લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. જયારે શહેરનાં જીવરાજ પાર્કમાં આવેલા એક ખાનગી પેટ્રોલ પંપ નજીક અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલી લિફ્ટમાં લાગી હતી. આગ લાગતા ધુમાડો આખી બિલ્ડિંગમાં ફેલાયો હતો. આ આગના બનાવને પગલે અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અવધ આર્કેડમાં હોટલ અને ગાડીનો શો-રૂમ આવેલો છે. આગ પર કાબું મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News