મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ધમોડી ગામની સીમમાંથી પસાર થતાં ખરશી તરફ જવાના રોડ ઉપર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢનાં ગાલકુવા ગામનાં દાદરી ફળિયામાં રહેતા અનિલભાઈ હરીલાલભાઈ ગામીત (ઉ.વ.39) નાઓ ગત તારીખ 08/11/2023નાં રોજ સવારનાં સમયે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/F/2392 લઈને પોતાના 15 વર્ષનો પુત્ર સનીલ જે કરંજવેલ આશ્રમ શાળામાં ભણતો હોવાથી અને હાલ દિવાળી વેકેશન પડ્યું હતું સનીલને લેવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન ધમોડી ગામની સીમમાંથી પસાર થતાં ખરશી તરફ જવાના રોડ ઉપર બાઈક નંબર GJ/05/FM/9599નો ચાલક પોતાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અનિલભાઈની બાઈકને અથડાવી દઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક પર સવાર પિતા-પુત્રને ઈજાઓ પહોંચતા બંનેને 108ની મદદથી વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અનિલભાઈનાં દીકરાને જમણા પગમાં ફ્રેકચર થયું હોવાથી જનક સ્મારક હોસ્પીટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે અનિલભાઈ ગામીતની ફરિયાદના આધારે બાઈક ચાલક સામે ગુનો નોંધવામાં આવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application