સુરતનાં પલસાણા ચાર રસ્તા પરથી બંધ બોડીના આઇસર ટેમ્પામાં કોલડ્રિન્કસની આડમાં લઈ જવાતો રૂપિયા 2.35 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી ટેમ્પો ચાલક તેમજ ટેમ્પોમાં સવાર એક મહિલા મળી કુલ રૂપિયા 13.16 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસને બાતમી મળી હતી કે, નવસારીથી કડોદરા તરફ એક આઇશર ટેમ્પો નંબર DD/01/C/9872માં દારૂનો જથ્થો ભરી જવાનો છે. જે બાતમીનાં આધારે પલસાણા પોલીસ ચાર રસ્તા પાસે નેશનલ હાઇવે નંબર 48 ઉપર વોચ ગોઠવી ઊભા હતા.
તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવી ચઢતા તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતા સ્ટિંગ કોલ્ડ્રિંક્સની આડમાં વિદેશી બનાવટની નાની મોટી કુલ 1956 બોટલો જેની કિંમત રૂપિયા 2,35,200/- સ્ટિંગ કોલ્ડ્રિંક્સની 800 પેટી જેની કિંમત 4.80 લાખ અને ટેમ્પો તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 13,16,170/-નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક કુલદીપ શ્યામ નારાયણ તિવારી (રહે.સ્ટાર લોજીસ્ટિક નીલમ હોટલની સામે, કડોદરા) અને એક મહિલા પારૂલબેન વિનોદભાઈ વાઘેલા (રહે.ગણદેવી ગાયકવાડ મીલ પાસે) સહિત 2 જણાને ઝડપી તથા દારૂનો જથ્થો ભરાવનાર જોળવા ખાતે રહેતા મનોજશિંગ તેમજ દારૂનો જથ્થો મંગાવનાર કડોદરાનાં જીતેન્દ્ર ઉર્ફે પહેલવાન સાથે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500