ગત માસના ૪ અને ચાલુ માસના ૧૯ પ્રશ્નો મળી કુલ ૨૩ પ્રશ્નો રજૂ કરાયા જેમાંથી ૧૮ પ્રશ્નોનો પર નિકાલ કરાયો વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થને વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સ્વાગત–વ–ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમમાં ગત ઓગસ્ટ માસના ૪ પ્રશ્નો અને ચાલુ માસના ૧૯ પ્રશ્નો મળી કુલ ૨૩ અરજદારોના પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાંથી ૧૮ પ્રશ્નોનો નિકાલ કરાયો હતો.
રજૂ થયેલા પ્રશ્નોમાં મુખ્યત્વે ફેરફાર નોંધનો સુધારા હુકમ, અરજદારના હિસ્સાની જમીન છૂટી પાડી આપવા બાબત, જમીન સંપાદનના વળતર બાબત, જમીન માપણી, ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબત, વીજપોલ સીધા કરવા બાબત, ખેતીની જમીનની નુકસાનીનું વળતર આપવા બાબત,ગંદા પાણીના નિકાલ બાબત વગેરેના પ્રશ્નો રજૂ થયા હતા. કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નોમાં કલેકટર કચેરીના ચીટનીશ, જિલ્લા નિરીક્ષક, જમીન દફતર, પ્રાંત અધિકારી વલસાડ, કાર્યપાલક ઇજનેર, દમણગંગા નહેર વિશાખા વિભાગ નં.- ૩, બલીઠા, નાયબ ઇજનેર(સં અને નિ) ગ્રામ્ય પેટા વિભાગ, પારડી, ચીફ ઓફિસર વલસાડ,જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી, વલસાડ, વાપી અને ઉમરગામના પ્રશ્નોનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500