ગુજરાત રાજ્યમાં G-20 સમિટનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવનાર છે. G-20 સમિટ બાબતે લોકોમાં જાગૃતિ કેળવાય તેમજ તેનો બહોળો પ્રચાર થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કરવાની થતી વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ દ્વારા RUN FOR ENVIRONMENT AND CLIMATE અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ.
જેમાં ભરૂચ શહેર સાયકલ એસોસીએશનના પ્રેસિડેન્ટ સંજયભાઇ બીનીવાલે તેમજ તેઓના સાયકલ એસોસીએશનના તમામ સભ્યોએ ભાગ લીધો. વિદ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષકો પણ રેલીમાં જોડાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતું. રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી પાંચબત્તીથી રેલ્વે સ્ટેશન અને રેલ્વે સ્ટેશનથી પાંચબત્તી થઇ હોસ્ટેલ ગ્રાઉન્ડ પરત ફરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application