Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમીન પચાવી પાડનાર ત્રણ ઈસમો સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

  • August 30, 2024 

ગાંધીનગર શહેર નજીક આવેલા આલમપુર ગામમાં ટીવી કલાકારની જમીન પચાવી પાડનાર આલમપુર ગામના ત્રણ વ્યક્તિઓ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ થવા પામ્યો છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધીત ફરિયાદો વધી રહી છે ત્યારે ગાંધીનગરના સેકટર - ૭/ડી ખાતે રહેતા ટીવી કલાકાર જનક ઠક્કરની માલિકીની આલમપુર ગામની સીમના સર્વે નંબર ૩૬૫ની ૧૫૧૮ ચો.મી. જમીનમાં કોઇપણ પ્રકારનો હક્ક હિસ્સો ધરાવતા નહી હોવા છતાં ગેરયદેસર રીતે કબ્જો કરી જમીન પચાવી પાડતા ત્રણ ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


ટીવી કલાકાર જનક ઠક્કરનાં પિતા જશવંત ભાઈનું ફેબ્આરી-૨૦૨૪માં અવસાન થઈ ચૂક્યું છે. સ્વર્ગસ્થ જશવંતભાઈએ વર્ષ-૨૦૧૦માં આ જમીન ફુલાજી વજાજી ઠાકોર વિગેરે પાસેથી વેચાણ રાખી હતી. બાદમાં આ જમીન તેઓએ નાના પુત્ર જનકનાં નામે લખી આપવામાં આવી હતી.આ જમીન પર માર્ચ-એપ્રિલ-૨૦૨૩ દરમ્યાન જનક ગયો હતો તે વખતે જમીન ઉપર કાચું છાપરું બાંધીને આલમપુર ગામના રાઘાજી બાપુજી સોલંકી, રણજીતજી બાપુજી સોલંકી તથા સરદારજી બાપુજી સોલંકીએ ગેરકાયદેસર કબ્જો જમાવી લીધો હોવાનું માલુમ પડયું હતું.


જેથી ત્રણેય જણાને જમીન ખાલી કરવાનું કહેતા ગાળો બોલવા માંડયા હતા. જેનાં પગલે તેમણે જીલ્લા કલેક્ટરની કચેરી ગાંધીનગર ખાતે લેન્ડ ગ્રેબીગની અરજી આપી હતી. તેમ છતાં ઉપરોક્ત ત્રણે જણાએ જમીનમાં સીમેન્ટની ઈટોનું મકાન બનાવી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી હતી. ત્યારે સીટની તપાસનાં અંતે કલેકટરનાં હુકમથી ચીલોડા પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ ડેઠળ ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. બનાવ અંગે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News