Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિઝા કન્સલ્ટન્સી ચલાવતા દંપતી સહિત ત્રણ સામે રૂપિયા 40 લાખ લઈને કેનેડાના વિઝા નહીં કરી આપવા મામલે ગુનો નોંધાયો

  • December 20, 2023 

ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં ઉમિયા ઓવરસીઝ નામની વિઝા કન્સલ્ટન્સી ચલાવતા દંપતી સહિત ત્રણ સામે 40 લાખ રૂપિયા લઈને કેનેડાના વિઝા નહીં કરી આપવા સંદર્ભે છેતરપિંડીનો ગુનો ઇન્ફોસિટી પોલીસ મથકમાં દાખલ થયો હતો. ઘટના અંગે પોલીસે ફરાર એક વ્યક્તિને ઝડપી લીધો છે જ્યારે તેની પત્નીની શોધખોળ શરૂ કરી છે. અન્ય એજન્ટ વિદેશ ભાગી ગયો હોવાનું પણ બહાર આવ્યું છે. ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડાની જનકપુરી સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા પરેશભાઈ ભગુભાઈ પટેલ દ્વારા તેમના પુત્ર અને પુત્રવધુને કેનેડા મોકલવાના હોવાથી તેમના સમાજના સમાજના અંકિત શૈલેષભાઈ પટેલ તથા તેની પત્ની અનેરી તથા તેનો મિત્ર વિશાલ મહેશભાઈ પટેલ કુડાસણ ખાતે ઉગતી કોર્પોરેટ, સ્વાગત રેઈન ફોરેસ્ટમાં ઉમિયા ઓવરસીસ નામથી વિઝા કન્સલટન્ટનું કામ કરતા હોવાની જાણ થઈ હતી. જેથી પરેશભાઈએ વિશ્વાસ રાખીને વર્ષ-2020માં એજન્ટ દંપતી અંકિત અને અનેરી તેમજ વિશાલને મળીને વિઝા કરાવી આપવાની વાત કરી હતી.



એટલે ત્રણેય જણાએ વિઝા ફાઈલ પેટે રૂપિયા રૂપિયા 60 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. બાદમાં પરેશભાઈએ તેમની પત્નીના એકાઉન્ટમાંથી 5 લાખનો ચેક ઉમીયા ઓવરસીસના નામે આપ્યો હતો. જોકે વિઝા નહીં મળતા ત્રણેય એજન્ટ પાસેથી પરેશભાઈએ પત્ની-પુત્રનું વિઝાનું કામ પરત લઈ લીધું હતું. બાદમાં ત્રણેય એજન્ટે પરેશભાઈને વિઝા મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. એટલે તેમણે કેનેડાની ફાઈલનું કામ આપ્યું હતું. જે પેટે તેમણે જુનમાં રૂપિયા 15 લાખ રોકડા પ્રથમ હપ્તે તથા બીજા રૂપિયા 20 લાખ રોકડા બીજા હપ્તે તેમ કુલ રૂપિયા 35 લાખ ઉમિયા ઓવરસીસની ઓફિસમાં અંકિત પટેલ અને અનેરી પટેલને આપ્યા હતા. ત્યારે આ વખતે પણ વિઝાનું કામ થયું નહોતું અને તેમને છેતરાય એનો અહેસાસ થયો હતો જેથી આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે આખરે અંકિત પટેલની ધરપકડ કરી છે. જ્યારે તેની પત્નીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. અન્ય એજન્ટ વિશાલ અમેરિકા જતો રહ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application