આહવાનાં અંતરિયાળ વિસ્તારના એક ગામમાં 18 વર્ષીય દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ કરતા ચકચાર મચી જવા પામી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આહવા તાલુકાનાં અંતરિયાળ ગામમાં એક 18 વર્ષીય મંદબુદ્ધિ યુવતી ઘરે એકલી હોય તેનો એકલતાનો લાભ ઉઠાવી શાંતારામ (ઉ.વ.55) નામના આધેડ વયના ઇસમે યુવતીને ઘરની પાછળ પજારીમાં લઈ જઈ દુષ્કર્મ કરી રહ્યો હતો. તે દરમિયાન બાજુના ઘરમાં રહેતી મહિલાએ આ કરતૂત જોઈ બુમાબુમ કરતા આસપાસનાં લોકો દોડી આવી યુવતીને આધેડના ચુંગાલમાંથી છોડાવી હતી. બનાવ અંગે યુવતીના પિતાએ આહવા પોલીસ સ્ટેશનમાં આધેડ શાંતારામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ.એ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application