Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લાવી તેની પડકીઓ બનાવી છુટક વેચાણ કરનાર દંપતિ ઝડપાયું

  • November 01, 2023 

અમદાવાદનાં પીપળજ-પીરાણા રોડ પર આવેલ ગણેશનગરના છાપરાના મકાનમાંથી ક્રાઇમ બ્રાંચે રૂપિયા 2.54 લાખના 25.390 કિલો ગ્રામ ગાંજા સાથે દંપતિને ઝડપી પાડયું છે. મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લાવીને તેની પડકીઓ બનાવી છુટક વેચાણ કરતા હતા. ટ્રેન મારફતે મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લાવતા હોવાનું બહાર આવ્યું છે, પોલીસે દંપતિની ધરપકડ કરીને ગાંજાનો જથ્થો આપનાર વોન્ટેડ આરોપી સામે પણ ગુનો નોધીને તેન પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ જિલ્લાના પીપળજ-પીરાણા રોડ પર એક દંપતી પોતાના ઘરમાં બહારથી ગાંજો લાવીને વેચાણ કરે છે. જેને લઇને પોલીસે પીપળજમાં ગણેશનગરના છાપરામાં રેઈડ કરતા ઘરમાંથી સાજેદાબાનુ અને મનોજ નામનું દંપતિને ઝડપી પાડયુ હતું અને તેમના ઘરમાંથી પોલીસે કુલ 25 કિલો 390 ગ્રામના રૂપિયા 2.54 લાખનો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીઓ મહારાષ્ટ્રના કાલુ નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો લાવીને તેની પડીકીઓ બનાવીને છુટક વેચાણ કરતા હતા. દંપતિ ટ્રેનમાં ગાંજાનો જથ્થો લાવતા હોવાનું સામે આવ્યુ છે. ક્રાઇમ બ્રાંચે પોલીસે પીપળજ ગામ રોડ ઉપર ગણેશ નગરના છાપરામાં રહેતા દંપતિની ધરપકડ કરી હતી અને મહારાષ્ટ્રના કાલુ સામે ગુનો નોધીને તેને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News