Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીની ધુલિયા ચોકડી પર દંપતિને અકસ્માત નડ્યો, અકસ્માતમાં મહિલાનું મોત

  • November 14, 2024 

બારડોલીની ધુલિયા ચોકડી પર ઓવર બ્રિજ પાસે ડમ્પર ચાલકે બાઈક સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધું હતું. જોકે આ અકસ્માતમાં બાઈક સવાર પત્ની નીચે પટકાતા તેના માથા પરથી ડમ્પરનું તોતિંગ વ્હીલ ફરી જતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ઈજાગ્રસ્ત હાલતમાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, નવસારીના તિઘરા ગામની શિવ પાર્વતી હાઉસિંગ સોસાયટીમાં રહેતા હિતેન્દ્રભાઈ ઝીણાભાઈ મહેતા (ઉ.વ.૭૦) અને તેમની પત્ની પદ્મા (ઉ.વ.૬૨) દર વર્ષે દેવ ઉઠી અગિયારસના દિવસે બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા જાય છે. આ વર્ષે પણ દંપતી બાઈક લઈ બારડોલી આવવા માટે નીકળ્યું હતું. તેઓ બારડોલીની ધુલીયા ચોકડી પાસે પહોચ્યા ત્યારે ઓવરબ્રિજ નજીક મહુવા તરફથી પૂરઝડપે માટેલા સાંઢની જેમ આવતા એક ડમ્પરે તેમની બાઈકને ટક્કર મારી દીધી હતી. આથી બંને નીચે પટકાયા હતા. પદ્માબેન ડમ્પર બાજુ પડતા તેમનુ માથું ડમ્પરના તોતિંગ હીલ નીચે આવી જતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે હિતેન્દ્રભાઈ ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમા લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોચી હતી. ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર જ છોડીને નાસી છૂટતા પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application