Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ

  • November 21, 2023 

માહિતી વિભાગ, તાપી : તાપી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઇ હતી. જેમાં નાગરિક ખરડા, એ.જી.ઓડીટ પેરા, પડતર કાગળો, ખાતાકિય તપાસ, ગુજરાત તકેદારી આયોગ તરફથી મળેલા પ્રશ્નો, સાંસદ/ધારાસભ્યઓના રેફરન્સ પ્રશ્નો તથા ગત બેઠકમાં રજુ થયેલા પ્રશ્નોનો એક્શન ટેકન રીપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓની સમિક્ષા કરવામાં આવી હતી. તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિવિધ બાબતોની સમિક્ષા કરતા કલેકટર ગેરકાયદેસર બાંધકામોએ નોટીસ આપી દુર કરાવવા, તાપી જિલ્લાના નિવૃત થતા કર્મચારીઓના કાગળો એક વર્ષ પહેલા જ તૈયાર કરવા અને તેમજ ખાતાકિય તપાસ જડપી પુરી કરવા તથા ૧૫ વર્ષ જુના વાહનો સ્ક્રેપમાં મોકલવા જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application