વાપીના નૂતનનગરમાં આયુષ હોસ્પિટલની પાછળ મુરલીધર સોસયટીના ફલેટ નં.205માં રહેતી 35 વર્ષીય રૂબી જિતેન્દ્ર હોશીલાપ્રસાદ તિવારી (મૂળ રહે.પુરખીપુર ગામ, થાના. પુરેભાર, તા.જિ. સુલતાનપુર, ઉત્તરપ્રદેશ)નાં 14 વર્ષીય પુત્ર રીશુ જિતેન્દ્ર તિવારીને તારીખ 15 જૂન 2024નાં રોજ સવારે 11.30થી 12.30 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ઘરેથી અપહરણ કરી લઈ ગયો હતો. અથવા તો રીશુ પોતે જ ક્યાંક ચાલી ગયો હતો. ઘટના બાદ પરિવારે તેની શોધખોળ કરી હતી. પરંતુ કોઈ પતો લાગ્યો ન હતા. આખરે રીશુની માતાએ ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસને કરી હતી. ગુમ થનાર રીશુ શરીરે મજબૂત બાંધો અને રંગે ઘઉં વર્ણ હોવા સાથે ચાર ફૂટ બે ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેણે લીલા કલરની હાફ બાયનું ટી શર્ટ પહેર્યું છે. રીશુ હિન્દી ભાષા જાણે છે અને ગુજરાતી ભાષા સમજે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application