નવાપુર શહેરમાંથી પ્રસાર થતા સુરત-ધુલીયા હાઈવે પર આવેલ એક હોટલમાં જમ્યા બાદ બીલ આપવાના વખતે મારા મારી થતાં 6 શખ્સની સામે ફરિયાદ નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવાપુર તાલુકામાં આવેલા જામતલાવ ગામમાં રહેતા પરેશ સુરેશ ગાવીત (ઉ.વ.28) સાગર લક્ષ્મણ કોકણી, નિતેશ રાજુ ગાવીત (રહે.જામન્યા), પ્રકાશ ઉર્ફ ભુરીયા પરદેશી (રહે.નવાપુર) બુધવારની રાતે 10.30 વાગ્યે સુરત-ધુલીયા હાઈવે નંબર 53 પરની હોટલમાં જમવા માટે ગયા હતા જમ્યા બાદ બીલ આપવાના સમયે કુણાલ નંદુ ગાવીત અને એક બાદશાહ નામના શખ્સે પરેશ સુરેશ ગાવીતને ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હતી.
ત્યાર બાદ સાગર લક્ષ્મણ કોકણી સાથે હોટલમાંથી નિકળી શહેર વિસ્તારમાં આવેલા નારાયણપુર રસ્તા પરના અંબાદેવીના મંદિર પાસે ઊભા હતા ત્યારે ફરી ઝઘડાની અદાવતમાં કુણાલ નંદુ ગાવીત, બાદશાહ અને શાહરૂખ નામના શખ્સ સાથે ત્રણ અજાણ્ય શખ્સો સ્કોર્પિઓમાં આવ્યા હતા. જે પૈકી શાહરૂખ નામના શખ્સે પરેશ ગાવીત, સાગર કોકણીના પાછળથી બંને હાથ પકડી રાખ્યો હતો અને બાદશાહે લાકડીના ફટકા વડે હાથ પગ પર માર મારી શરીરે ઈજા પહોંચાડી હતી જેથી પરેશ ગાવીતે નવાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે કુણાલ નંદુ ગાવીત, બાદશાહ, શાહરૂખ સહિત ત્રણ અજાણ્ય શખ્સ મળી 6 સામે ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application