દેશ અને રાજ્યને કચરા મુક્ત કરવાની નેમને ચરિતાર્થ કરવા રાષ્ટ્ર-રાજ્ય ભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન હેઠળ બદલાઈ રહી છે સુરતની ‘સૂરત’. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સુરતના બારડોલી અને પલસાણા તાલુકાનાં વિવિધ ગામોમાં જનભાગીદારી વડે સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં બારડોલીનાં વરાડ ગામે વરાડ હોસ્પિટલ અને પલસાણા તાલુકાના તુંડી ગામે તુંડી પ્રાઇમરી શાળા પાસેનાં વિસ્તારોને સાફ કરવામાં આવ્યા હતા. સાથે જ બારડોલી નગરપાલિકા દ્વારા શાળા, સેવા સદન અને રહેણાંક વિસ્તારો સહિતના સ્થળોએ વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન શેરી, મહોલ્લા, ગામ, શહેર શાળા, કોલેજ, બગીચા, તળાવ, રસ્તા, સરકારી કચેરીઓ, જાહેર સ્થળોએ સૌને સાથે જોડીને સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ સ્વચ્છતા માટે ગ્રામજનો તેમજ સફાઇ કામદારો વડે ભેગા મળી સુરતને સ્વચ્છ અને સુંદર બનાવાઇ રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500