જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશનાં વતની પરપ્રાંતીય પરિવારનાં નવ વર્ષનાં બાળકે સાંજે પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લેતાં પંથકમાં ચકચાર મચી હતી. માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉશ્કેરાયેલા બાળકે ગળા ફાંસા દ્વારા પોતાનો જીવ દીધો હતો.
બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશનાં વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતા અને મજૂરી કામ કરતા કોમલ કુમાર જાટવ નામના પરપ્રાંતીય શ્રમિકનો નવ વર્ષનો પુત્ર લકકી કે જેણે સાંજે પોતાના ઘેર ગળાફાંસા દવારા આપઘાતનો પ્રયાસ કરતાં બાળકને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. મૃતક બાળક કે જેના પિતા મધ્ય પ્રદેશમાં વતનમાં ગયા છે, જયારે તેની માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉસ્કેરાટમાં આવી જઇ બાળકે ગળા ફાંસો ખાઈ લીધો હતો. પરપ્રાંતિય શ્રમિક પરિવારને સંતાનોમાં એક બાળકી અને એક બાબો હતા જે પૈકીનાં પુત્રએ ગળા ફાંસો ખાઈ લેતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application