Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ઉમિયા સો-મિલ પાસે રૂપિયાની લેતીદેતી મામલે યુવક સાથે મારામારી કરનાર ચાર યુવકો સામે ગુનો દાખલ

  • September 30, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા નગરનાં માલીવાડ વિસ્તારનાં ઉમિયા સોમિલ પાસે જાહેરમાં રૂપિયાની લેતી દેતી મામલે યુવકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ચાર યુવકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વ્યારા નગરના માલીવાડ વિસ્તારનાં શાકભાજી માર્કેટ પાસે રહેતા તલ્હા મકસુદ કુરેશી ગુરૂવારનાં રોજ રાત્રીનાં સમયે ઉમિયા સોમિલ પાસે પોતાના મિત્રો સાથે બેસેલ હતો.



તે સમયે જુનેદ ગુલામ શેખ (રહે.માલીવાડ, મરાઠાવાડ, વ્યારા), જેદ ગુલામ શેખ (રહે.માલીવાડ, મરાઠાવાડ, વ્યારા), ઈન્ઝામામ રઝાક શેખ (રહે.વ્યારા) અને અરબાઝ ઈબ્રાહીમ પઠાણ (રહે.સ્ટેશન રોડ મસ્જીદ પાસે, વ્યારા) નાઓએ એકબીજાની મદદથી રૂપિયાની લેતીદેતી બાબતે તલ્હા મકસુદ કુરેશીને નાલાયક ગાળો બોલી ઝઘડો કરી ચપ્પુ તથા લાકડા તેમજ પાઈપથી મારમારી તલ્હા મકસુદ કુરેશીના છાતીના ભાગે તેમજ બંને હાથમાં તથા શરીરે ઈજાઓ પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે તલ્હા મકસુદ કુરેશી નાએ શુક્રવારનાં રોજ બપોરના સમયે ચારેય યુવકો સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application