Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયા ૩.૩૭ લાખ વિદેશી દારૂનાં જથ્થા સાથે કાર ચાલક ઝડપાયો

  • September 06, 2024 

નડિયાદનાં મહુધાની રેસ્ટ હાઉસ ચોકડી નજીક રૂપિયા ૩.૩૭ લાખનો વિદેશી દારૂ ભરેલી કારને મહુધા પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે કારનો પીછો કરતા ચાલક ડિવાઈડર સાથે કાર અથડાવી નડિયાદ તરફ નાસ્યો હતો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી રૂપિયા ૧૫.૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વિદેશી દારૂ ભરેલી એક ઈનોવા કાર કઠલાલ તરફથી નડિયાદ તરફ જનાર હોવાની બાતમી મહુધા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે મહુધાની રેસ્ટ હાઉસ ચોકડી પર વોચ ગોઠવી હતી.


દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો. જેથી કારના ચાલકે ડિવાઈડર સાથે કાર અથડાવી નડિયાદ તરફ હંકારી હતી. જેથી પોલીસે તેનો પીછો કરી બિલોદરા જેલ તરફના રોડ ઉપર ઓવરટેક કરીને કારને ઉભી રખાવી હતી. પોલીસે તલાશી લેતા કારમાંથી ૨,૨૬૮ નંગ વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ચાલકની પુછપરછ કરતા તે મંગલા જીવાજી ધોગારા (રહે.પાલ દેવાલ, રાજસ્થાન) હોવાનું તેમજ પીન્ટુ રાજપુત નામના શખ્સે દારૂ ભરી આપી એક ટ્રીપના રૂપિય ૨,૫૦૦ આપતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂપિયા ૩,૩૭,૫૬૦ની કિંમતનો વિદેશી દારૂ, એક મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા ૧૫,૪૨,૫૬૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક, દારૂ ભરીને મોકલનાર, કાર માલિક, દારૂ મંગાવનાર અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News