Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ

  • September 21, 2024 

વડોદરા શહેરના હરણી રોડ પર બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની દુકાનમાં કંપનીના માણસ સહિત પોલીસે રેડ કરી હતી. દુકાનમાંથી જીન્સ પેન્ટ અને શર્ટ પેન્ટ મળી 1.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. કર્મચારીની ફરિયાદના આધારે ડુપ્લીકેટ માલ વેચનાર વેપારીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના હરણી સમા લીંક રોડ પર આવેલા ધ સ્ટેટસ મધુવનમાં રહેતા જંયતીલાલ પ્રેમજીભાઈ પટેલ હરણી ગદા સર્કલ સામે અલ્ટ્રા ફેશન (ધ ફેશન પોઇન્ટ) નામની દુકાનમાં ચલાવે છે.


જેમાં MUFTIનાં નામની કોપી કરી અથવા ડુપ્લીકેટ જીન્સ પેન્ટ તથા જીન્સ શોર્ટ પેન્ટનું વેચાણ કરે છે. જેની માહિતી કંપનીને મળી હતી. જેના આધારે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટના માણસે હરણી પોલીસને સાથે રાખી ગદા સર્કલ પાસે આવેલી કપડાની દુકાનમાં રેઈડ કરી હતી. દરમ્યાન દુકાનમાંથી MUFTIનાં બ્રાન્ડની ડુપ્લીકેટ અથવા કોપી કરેલા જીન્સ પેન્ટ નંગ-58 કિંમત રૂપીયા 78 હજાર તથા શોર્ટ પેન્ટ નંગ 73 કિંમત રૂપિયા 51 હજાર મળી કુલ 1.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા કર્મચારીની ફરિયાદના આધારે હરણી પોલીસે દુકાનના સંચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application