અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો અને આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે શહેરના ગોમતીપુરમાં આવેલી એક બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચાર સામે આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બિલ્ડીંગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા લગાવાઈ રહી છે. જોકે ગતરોજ અમદાવાદ શહેરમાં જર્જરિત થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાટર્સના બ્લોકની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો.
ત્યારે આવી જ એક ઘટના બની છે જેમા એક બિલ્ડીંગ ધરાશાઈ થઈ છે જેમા 30થી વધુ લોકો ફસાયાની આશંકા છે. ઘટનાને પગલે ફાયર વિભાગે રેસ્કયું ઓપરેશન હાથ ધર્યું છે. આ બિલ્ડીંગ ખુબ જ જુનુ અને જર્જરિત હતું. અમદાવાદમાં ગતરોજ સવારના ભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ ઉપરાંત શહેરના મણિપુરમાં પણ એક સ્લમ ક્વાટર્સની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો.
શહેરમાં જર્જરિત થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાટર્સના બ્લોકની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો. પહેલા એક સામાન્ય ભાગ પડ્યો ત્યારબાદ આખી ગેલેરી તૂટી પડી હતી. લોકોએ શરૂઆતમાં ધ્યાન નહોતુ આપ્યું પણ પાછળથી લોકોમાં દોડાદોડ થઈ ગઈ હતી. ઉપરના માળે રહેતા રહીશોના ઘરની બહાર જ નીકળવાનો રસ્તો બંધ થઈ જતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાછળના ભાગેથી બારીમાંથી લોકોને રેસ્ક્યૂ કરી તમામના જીવ બચાવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે 30 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500