Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાના નાગરવાડા લાલજીકૂઈ પાસે પાર્કિંગ બાબતે મહિલા કોર્પોરેટ અને સ્થાનિક રહીશો વચ્ચે થઈ બોલાચાલી

  • November 01, 2023 

વડોદરાના નાગરવાડા લાલજીકૂઈ પાસે આવેલ એક શાળા ખાતે સરકારી કાર્યક્રમ વેળાએ શાળાની બહાર કેટલાક લોકોએ એવી રીતે વાહનો પાર્ક કર્યા હતા કે, શાળામાં સરળતાથી પ્રવેશ પણ ન થઈ શકે. કોઈવાર ઈમરજન્સી વખતે ત્યાંથી પ્રવેશવા અને બહાર નીકળવામાં તકલીફ પડે ત્યારે આ મામલે સ્થાનિક કાઉન્સિલર દ્વારા વાહનના માલિકોને ટોકતા તેઓ દ્વારા તેમની સાથે તેઓ ચળભળ પર ઉતરી આવ્યા હતા. આખરે ટ્રાફિક પોલીસની મદદથી અહીંના નડતરરૂપ વાહનો દૂર કરવામાં આવ્યા હતા. નાગરવાડા સ્થિત લાલજીકૂઇ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા આવેલ છે. આજે અહીં શાળા ખાતે એક સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



જ્યાં અહીં સ્થાનિક કોર્પોરેટર શ્વેતા ઉત્તેકર પણ પહોંચ્યા હતા. તેમણે જોયું હતું કે, સ્કૂલના દરવાજા પાસે અહીંના કેટલાક લોકોએ આડેધડ પોતાના વાહનો પાર્ક કરી દીધા છે. જેથી શાળામાં પ્રવેશ કરવા અને ઇમર્જન્સી વખતે બહાર નીકળવું હોય તો તકલીફ થઈ શકે તેમ હતી. જેથી તેઓએ આ વાહનના માલિકોને અહીંથી તેમના વાહન હટાવવા માટેની સૂચના આપી હતી. ત્યારે કેટલાક વાહનના માલિકોએ તેનો વિરોધ કર્યો હતો અને એકજૂથ થઈ શ્વેતા ઉત્તેકરની સામે થઈ ગયા હતા. જેથી કોર્પોરેટરે તાત્કાલિક સ્થાનિક કારેલીબાગ પોલીસ, ટ્રાફિક પોલીસ અને દબાણ શાખાની ટીમને બોલાવી અહીંથી નડતરરૂપ રીતે ઉભા રહેલા વાહનોને દૂર કરાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application