ભુજનાં સુખપર પાસે દાદી-પૌત્રનાં ટ્રક તળે મોત નીપજ્યા હતા. જયારે માધાપર પાસે સર્જોયેલા અકસ્માતમાં ખંભરા ગામના દંપતિએ જીવ ગુમાવ્યો છે. અંજાર તાલુકાના ખંભરા ગામેથી ભુજ આવી રહેલા દંપતિની બાઇકને માધાપરમાં નળવાળા સર્કલ પાસે પાછળથી ટ્રેઇલરે ટક્કર મારી હતી. બાઈક સ્લીપ થતાં દંપતિ રોડ ઉપર પટકાયું હતું. પતિ-પત્નીના પેટ અને માથા ઉપર ટ્રેલરના રાક્ષસી વ્હીલ ફરી વળ્યાં હતાં. ગંભીર ઇજાઓને કારણે સારવાર પૂર્વે જ બંનેનાં મોત નીપજ્યા હતા. બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.
પોલીસને એવી પ્રાથમિક વિગતો મળી છે કે, મૃતક મેઘજીભાઈ વણકર મજૂરી કામ કરતાં હતાં. કોઈ કામસર મેઘજીભાઈ અને તેમના પત્ની જ્યોતિબહેન ભુજ આવતાં હતાં ત્યારે માધાપર પાસે જીવ ગુમાવ્યાં હતાં. આ અકસ્માતથી મેઘજીભાઈનો 15 વર્ષનો પુત્ર અને અપંગ માતા નોંધારાં બન્યાં છે. માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માત ફેટલનો બનાવ શનિવારે સાંજે અંજારના ખંભરા ગામે રહેતા 40 વર્ષીય મેઘજીભાઇ દેવીલાલ વણકર અને તેમના પત્નિ જ્યોતિબેન મેઘજીભાઇ વણકર (ઉ.વ.30) બંને જણાઓ ખંભરાથી ભુજ આવી રહ્યા હતા.
માધાપરથી નળવાળા સર્કલ નજીક તેમની બાઇકને પાછળથી ટ્રેઇલરના ચાલકે ટકકર મારતાં બંને જણાઓ બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે બંનેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આસપાસથી લોકો દોડી આવ્યા હતા. હતભાગી દંપતિને જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
માધાપર પોલીસ મથકના હિતેશભાઇ વાઢેર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું. દંપતિ ખંભરા ગામના છે. સ્થળ પરથી લોકોના નિવેદન લેવાનું કામ ચાલી રહ્યું છે. કોઇ કહે છે બાઇક સ્લીપ થઇને ટ્રેઇલર સાથે અકસ્માત થયો કોઇ કહે છે. સાઇડ કાપતી વખતે ટ્રેઇલરનો પાછળનો ભાગ અથડાતાં બાઇક પડીને દંપતિ રોડ પર પટકાતાં મોત થયું હોવાનું જણાવી રહ્યા છે. અકસ્માત સ્થળેથી ટ્રેઇલર ચાલક નાસી ગયો છે. બનાવ અંગે પોલીસ હાલ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500