ભરૂચનાં ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર અવારનવાર નાનામોટા અકસ્માતો સર્જાતા જ હોય છે. જેમાં રાજપારડી નજીક સારસા તરફ જતાં માર્ગ પર માધુમતિ નદી પર ચાર માર્ગીય કામગીરી અંતર્ગત બીજો પુલ પણ બની રહ્યો છે. જેથી બપોરનાં બે વાગ્યા અરસામાં ઉમલ્લા તરફથી રાજપારડી તરફ આવી રહેલું એક મોટું કન્ટેનર પુલની રેલિંગ તોડીને ખાડીમાં પડી ગયું હતું. કન્ટેનર ખાડીમાં ખાબકતા નજીકથી પસાર થતી વીજ લાઇનોને પણ નુકશાન થયું હતું એને લઇને વીજ પુરવઠો ખોરવાયો હતો.
જોકે વીજ કર્મીઓ તાત્કાલિક સ્થળ પર આવી ગયા હતા અને પરિસ્થિતિનું અવલોકન કર્યુ હતું. આટલું વિશાળ કન્ટેનર પુલની રેલિંગ તોડીને આખેઆખુ અને બેઠુ જ ખાડીમાં પડી ગયું હતું. અકસ્માતની જાણ થતાં જ રાજપારડી પી.એસ.આઇ.એ તાત્કાલિક પોલીસ જવાનોને ઘટના સ્થળે મોકલીને આપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કન્ટેનર ખાડીમાં પડવાની આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ તેમજ ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application