વડોદરા નજીક ખટંબા ખાતે રહેતા ધો.૧૨ સાયન્સના ૧૭ વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવાર ઉપર જાણે દુખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. વિદ્યાર્થી એકમાત્ર સંતાન હતો. કોઇ બીમારી નહતી અને સંપૂર્ણ સ્વસ્થ હતો. વડોદરા નજીક ખટંબા ખાતે ગાયત્રી શક્તિપીઠ નજીક આવેલી અક્ષર રેસિડેન્સીમાં રહેતા રેલવેના સિનિયર ટેકનિશ્યન પ્રણવભાઇ શાહ અને બ્રાઇટ સ્કૂલના શિક્ષિકા કિન્નરી બેનનું એકમાત્ર સંતાન સમર્થ શાહ વડોદરાની ખાનગી શાળામાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તા.૨૬ જુલાઇ શુક્રવારે વરસાદ હોવાથી સમર્થ શાળાએ ગયો નહતો.
જ્યારે માતા-પિતા બન્ને જોબ ઉપર ગયા હતા. દરમિયાન સમર્થને બેચેની લાગવા લાગતા તેણે માતાને શાળામાં ફોન કરીને જાણ કરતા માતા કિન્નરી બેન ઘરે પહોંચ્યા હતા ત્યારે સમર્થે કહ્યું કે તેને બે ત્રણ વખત ઊલટીઓ થઇ હતી. દરમિયાન સમર્થની બેચેની વધી જતા અને સતત ઊલટીઓ થતી હોવાથી માતા નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે નીદાન કર્યુ કે તેના પલ્સ ઘટી ગયા છે અને તુરંત બીજા હોસ્પિટલમાં સિફ્ટ કરતો. આથી કિન્નરીબેને તુરંત પતિ પ્રણવ શાહને પણ ફોન કરીને નોકરી ઉપરથી બોલાવી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application