બારડોલીનાં ઉમરાખ ખાતે આવેલ વિદ્યાભારતી સંકુલની એસ.આર.પટેલ ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરાખનાં વિદ્યાભારતી સંકુલ સંચાલિત જય અંબે સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી અને સંકુલમાં આવેલ એસ.આર.પટેલ ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નંબર 18માં રહેતી 17 વર્ષીય હિનલ હિતેશ પોસીયા (મૂળ રહે.26 નંદીની રો-હાઉસ, કઠોદરા, તા.કામરેજ, જિ.સુરત)નાની હતાશા અનુભવી રહી હતી.
જેથી સવારે હોસ્ટેલનાં તેના રૂમમાં સિલિંગમાં આવેલ હુકમાં ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ ટીંગાઈ જઈને મરણ પામેલ હાલતમાં તેની લાશ મળી આવી હતી. ઘટના અંગે બારડોલી ટાઉન પોલીસે મૃતક સગીરાની લાશનો કબ્જો લઈ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને મૃતક દ્વારા લખાયેલી 2 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં સગીરાએ કરેલ ઉલ્લેખ મુજબ તેને પોતાની રૂમ પાર્ટનર સાથે કોઈ બાબતે અણબનાવ હોવાનું લખાણ મળી આવ્યું હતું.
જયારે રૂમ પાર્ટનરનાં અવાર નવારના મહેણા ટોણાથી સગીરા ત્રાસી ગઈ હતી. તેમજ અવાર નવારની ટકોરના કારણે પોતાને ક્યાંયની ન રહેવા દીધી હોવાનું જણાવતા વધુમાં તેણે પોતાના શિક્ષકો અને રત્ન કલાકાર પિતા તથા માતાની માફી માંગી હતી. તેણે વધુમાં પરિવારજનો હોસ્ટેલમાં મળવા આવતા ન હોવાનું પણ જણાવ્યું હતું. નજીવા કારણોસર એક હોનહાર અને હોશિયાર સગીર વિદ્યાર્થીનીના અચાનક આપઘાતની ઘટનાના કારણે શોક છવાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500