વાપીના સલવાવ ગામે બાપા સીતારામ મંદિરના ગેટની સામે ચેતનભાઈની ચાલીમાં રહેતા નજબુન રહેમત શેખ નાની છોકરી સાથે શાકભાજી લેવા વાપી ગુંજન જવા માટે હાઈવે સર્વિસ રોડ ઉપર રીક્ષાની રાહ જોતા ઉભા હતા. આ દરમિયાન હાઈડ્રોક્રેન નંબર જીજે/૧૫/એસવી/૦૬૩૬ના ચાલકે કેનને પૂરઝડપે હંકારી નજમુબેનને અડફેટે લીધા હતાં અને તેમના ઉપર ટાયર ચઢાવી દીધુ હતુ. તેથી મહિલાને શરીરનની ડાબી બાજુ કમરના ભાગે તેમજ ડાબા પગના જાંગ ભાગે ગંભીર ઈજા થઈ હતી અને ફેકચર થયુ હતુ. આ ઉપરાંત ઘૂંટણના ભાગે તથા એડીમાં પણ ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં તેમને ૧૦૮ મારફતે વલસાડ સિવિલમાં ખસેડાયા હતા. ઘટના અંગે ઈજાગ્રસ્ત મહિલાની ભાઈ મોહમંદ દુર્બએશ ખાને ડુંગરા પોલીસને ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application