Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચાંપાવાડી ગામે કાર અડફેટે આવતાં આધેડ ઈજાગ્રસ્ત, કાર ચાલક સામે ગુનો દાખલ કરાયો

  • October 08, 2023 

સોનગઢ તાલુકાના ટોકરવા ગામના બારી ફળિયામાં રહેતાં મગનભાઈ ગામીત (ઉ.વ.55) ખેતી અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે મગનભાઈ બાઈક નંબર GJ/26/J/2880 લઈ કામ અર્થે સોનગઢ આવ્યાં હતાં. અને તેઓ કામ પૂર્ણ કરી મોડી સાંજે પરત ટોકરવા તરફ જવા નીકળ્યાં હતા.



તે સમયે આહવા હાઇવેના ચાંપાવાડી ગામની સીમમાં એક મારુતિ વેગન આર કાર નંબર GJ/13/AR/2189ના ચાલકે પોતાની વાન પૂરઝડપે હંકારી મગનભાઈની બાઈકને ટક્કર મારતાં તેઓ રોડની સાઈડ પર પટકાઈ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. જોકે આ અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર લઈ નાસી ગયો હતો. અકસ્માત અંગે જાણ થતાં લોકો દોડી આવ્યાં હતાં અને ગંભીર ઇજાગ્રસ્ત મગનભાઈ ગામીતને 108ની મદદથી સારવાર અર્થે સોનગઢ સરકારી દવાખાને લઈ આવ્યાં હતાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અકસ્માત અંગે મગનભાઈના દીકરા રણજિત ગામીતે સોનગઢ પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application