આમ આદમી પાર્ટી યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે,વર્તમાનમાં અમે ઉત્તર ગુજરાતના પ્રવાસે રોજગાર ગેરંટી યાત્રા લઈને આવ્યા છીએ. રોજગાર ગેરંટી યાત્રામાં અમે યુવાનોની જે વ્યથા છે જે પ્રશ્નો છે એને સાંભળીએ છીએ અને તેના નિરાકરણ માટે આમ આદમી પાર્ટી કયા પ્રકારના પગલા ભરશે અને કઈ પ્રકારની ગેરંટી આપશે તેની અમે યુવાનો સાથે ચર્ચા,વિચારણા અને મનોમંથન કરીએ છીએ.
થોડા દિવસ પહેલા આપણે જોયું કે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર જીવલેણ હુમલો થયો છે અને આમ આદમી પાર્ટી પર આ પ્રકારના હુમલાઓ ખૂબ જ વધી ગયા છે. વર્તમાનમાં અમે જે મુદ્દો લઈને નીકળ્યા છીએ તેના કારણે ભાજપના ગુંડાતત્વો અમને ધાક-ધમકીઓ આપી રહ્યા છે. આજના દિવસે અમારો કાર્યક્રમ કાતરેજ તાલુકાના મુડેઠા ગામ ખાતે હતો. ત્યાં મુડેઠા ગામથી ભાજપના ગુંડાતત્વો દ્વારા મને ધમકી આપવામાં આવી છે. ધમકી ના શબ્દો હતા કે ‘આપ મુડેઠા ગામમાં આવી રહ્યા છો,જરા સમજી વિચારીને આવજો,અહીંયા આવ્યા તો પાછા નહીં જઈ શકો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500