નિઝર તાલુકામાં વેલદા ગામના કહેવાતા પત્રકાર દ્વારા પાંચ જુદીજુદી ગ્રામ પંચાયતો પાસેથી કુલ ૧૦ લાખ રૂપિયાની માંગણી કરાઈ હોવાના આક્ષેપો સાથે સરપંચોએ નિઝર પોલીસને ફરિયાદ આપી છે.
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના અતિછેવાડે આવેલ નિઝર તાલુકાની સરવાળા, દેવાળા, પીપલોદ, હીંગણી અને વ્યાવલ કુલ પાંચ જુદીજુદી ગ્રામ પંચાયતોમાં કહેવાતા પત્રકારે આરટીઆઈ માહિતી અધિકારના કાયદા હેઠળ અરજી કરી માહિતી માંગી હતી. જોકે ત્યારબાદ સરપંચોને મળીને પત્રકારે જણાવેલ કે, આરટીઆઈ મુજબ અરજી કરી છે ગામમાં કયા-કયા કામો થયા છે ?? જેવા મુદ્દે વાતચીત થઇ હતી.જોકે ગામમાં વિકાસના કામો થયા ન હોવાનું જણાવી ગ્રામ પંચાયત દીઠ રૂપિયા ૨ લાખ મુજબ ૫ ગ્રામ પંચાયતોએ મળી કુલ રૂપિયા ૧૦ લાખની માંગણી કરી હતી.જોકે સરપંચોએ રૂપિયા આપવાની ના પાડતા કહેવાતા પત્રકાર દ્વારા દરરોજ પાંચેય ગ્રામ પંચાયતના વિડીયો ઉતારી ન્યુઝમાં આપતા હોય અને સરપંચોને જણાવેલ કે, જ્યાં સુધી ૧૦ લાખ રૂપિયા નહીં આપો ત્યાં સુધી ન્યુઝમાં તમારા ગામનું આવતું રહેશે.
એટલું જ નહીં સરપંચોએ પોલીસને અરજી આપતા જણાવ્યું હતું કે,કહેવાતા અ પત્રકારએ ઘણી વખત પૈસાની માંગણી કરતા સરપંચોએ રોકડા તથા બેંક ટ્રાન્સફરથી રૂપિયા આપ્યા હતા. જેના તમામ સાક્ષી/પુરાવાઓ જરૂર પડશે ત્યારે રજુ કરવામાં માટે જણાવ્યું હતું.આ કહેવાતા પત્રકારને તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહીની માંગ કરાઈ છે, જરૂર જણાય ત્યારે પુરાવાઓ રજુ કરવા માટે પોલીસ ફરિયાદમાં સરપંચોએ જણાવ્યું છે.જોકે આ પત્રકાર કઈ ચેનલ/ન્યૂઝપેપરમાં કામ કરે છે તે સ્પષ્ટતા નથી કરવામાં આવી હતી...
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500