Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોનાને લઈને સામે આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર, જાણીને ખુશ થઇ જશો

  • August 14, 2021 

તાપી જિલ્લામાં આજરોજ પણ કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી અને આજે જિલ્લો કોરોના મુક્ત બન્યો છે,કોવિડ હોસ્પિટલમાં પણ છેલ્લા ઘણા સમયથી એક પણ દર્દીના મૃત્યુના અહેવાલ મળ્યા નથી અને સરકારી હોસ્પિટલ પણ ખાલીખમ થઈ રહી છે, હાલ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ એક્ટિવ ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. જેથી હકીકતે કોરોનાની બીજી લહેરની સમાપ્તિ નિશ્ચિત બની છે.

 

 

 

 

તાપી જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં એકાદ દોકલ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. પરંતુ તેમાં આજરોજ બ્રેક લાગી છે, અને સમગ્ર જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. ઉપરાંત મૃત્યુના મામલે પણ રાહત છે. જિલ્લાની હોસ્પીટલમાં શરૂ કરવામાં આવેલ કોવિડ વિભાગના બેડ પણ હવે સંપૂર્ણપણે ખાલીખમ થયા છે.

 

 

 

 

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, તારીખ ૧૪મી ઓગસ્ટના રોજ સાંજના ૪ વાગ્યા સુધીમાં તાપી જિલ્લાના સાતેય તાલુકામાં કોરોના પોઝીટીવનો એકપણ નવો કેસ નોંધાયો નથી.જોકે જિલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે ૩૫૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૮૯૦ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૨ દર્દીઓના મોત સાથે કુલ ૧૨૭ દર્દીઓના મોત નિપજ્યા છે.

 

 

જિલ્લાના તાલુકાઓમાં કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ?? એક નજર કરીએ
  1. વાલોડ તાલુકો – કુલ ૭૯૩ કેસો
  2. વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૫૯૦ કેસો
  3. સોનગઢ તાલુકો – કુલ ૯૪૫ કેસો
  4. ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬ કેસો
  5. નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬ કેસો

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application