Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તમે અમારું ઘર અને જમીન ખાલી કરી દેજો નહિતર સારું ન થશે, માતા-પિતા એ પોતાની સગી દીકરી અને દોહિત્ર પર જીવલેણ હુમલો કર્યો

  • September 04, 2022 

જમીન અને મકાન ખાલી કરવાની અદાવતમાં માતા-પિતાએ પોતાની સગી દીકરી અને દોહિત્ર પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.




વ્યારાના સાદડવાણ ગામના ડુંગરી ફળિયા રહેતા અનિશા બહેન હીરાભાઈ ગામિતના બીજા લગ્ન કાસકીયા માવચી સાથે થયા હતાં. ગત તા.૨જી સપ્ટેમ્બર નારોજ અનિશા પોતાનું એક્ટિવા મોપેડ લઈ પસાર થતાં હતાં ત્યારે સામે તેમના પિતા હીરાભાઈ ઠગાભાઈ ગામીત અને માતા સવિતા બહેન મળ્યા હતાં. તેઓ એ અનિશાબહેન ને કહ્યું કે,તમે અમારું ઘર અને જમીન ખાલી કરી દેજો નહિતર સારું ન થશે કહી ઢીક મુક્કી નો માર મારવો શરૂ કર્યો હતો.દરમિયાન અનિશા બહેનની એક્ટિવા મોપેડ રોડ પર પડી જતાં તેમને પગમાં અને શરીરે ઇજા પહોંચી હતી. જેથી અનીશાએ દીકરા અક્ષયને ફોન કર્યો હતો.જેથી અક્ષય પોતાની માતા ને બચાવવા માટે સ્થળ પર દોડી આવ્યો હતો.




જોકે હીરાભાઈએ દાંતરડા વડે અક્ષય ગામીતને જમણા હાથ ના ખભા પર,છાતી ના ભાગે અને ડાબા હાથ ના પંજા ના ભાગે આડેધડ ઘા મારી તેને લોહીલુહાણ કરી નીચે પાડી દીધો હતો.જોકે આસપાસ માંથી લોકો દોડી આવતાં આરોપી પતિ-પત્ની, અનિશા બહેન અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે કાકરાપાર પોલીસે દંપતી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application