ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૩ દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર નડિયાદના વડતાલ ખાતે તા.૨૪ થી ૨૬ ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની અધ્યક્ષતામાં આયોજિત યોગ કોચ તાલીમ શિબિરમાં યોગ અભ્યાસ, યોગ કોચના કાર્ય, યોગ આહાર, યોગ પ્રચાર માટે સોશિયલ મીડિયાનું મહત્વ, યોગ પ્રચાર માટે જન સંપર્ક વગેરે બાબતો પર નિષ્ણાતો દ્વારા તાલીમ અપાઈ હતી. સાઉથ ઝોન કો-ઓર્ડીનેટરના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરની આગેવાનીમાં વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાથી યોગ કોચઓએ તાલીમ શિબિર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ દરેક યોગ કોચને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application