મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીનો વિસ્ફોટ થયો છે. ઓમીક્રોનના દરદીમાં પણ ધરખમ વધારો થયો હોવાથી રાજ્ય સરકાર મુંબઈમાં પ્રતિબંધો વધુ કડક લાદી તેમજ મુંબઈ સહિત પુણે જેવા શહેરમાં લોકડાઉન મુકવાનું વિચારી રહી છે. મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર છે. મુંબઈમાં આજે કોરોનાના નવા 3671 કેસ નોંધાયા છે અને એક પણ દરદીનું મોત થયું નથી. ડિસેમ્બર મહિનામાં સાતમી વખત મુંબઈમાં કોરનાનો એક પણ દરદી મૃત્યુ પામ્યો નથી. માત્ર નવ દિવસમાં મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યા 10 ગણી થઈ છે. જ્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા 5368 કેસ નોંધાયા છે અને 22 દરદીના મોત થયા હતા. નાતાલ અને થર્ટી ફર્સ્ટની પાર્ટીના લીધે હવે કોરોનાના દરદીની સંખ્યામાં ધરખમ વધારો થવાનો ભય સરકારને સતાવી રહ્યો છે. પ્રતિબંધ મૂકવા છતાં લોકોએ પાલન કરીને સરકારને સહકાર આપવો જોઈએ.રાજ્યમાં ઓમીક્રોનના દરદીની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે. ઓમીક્રોનના આજે નવા 198 કેસ નોંધાયા છે. આથી રાજ્યમાં ઓમિક્રોનના દરદીની સંખ્યા વધીને 450 થઈ છે એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આજે નોંધાયેલા 198 ઓમિક્રોનના દરદી પૈકી 190 મુંબઈના દરદી છે. જ્યારે થાણેના 4, સાતારા- 1, નાંદેડ- 1, પુણે- 1, પુણે ગ્રામીણનો સમાવેશ થાય છે. મુંબઈમાં કોરોનાના નવા 3671 દરદી નોંધાતા સરકાર અને મુંબઈ મહાનગર પાલિકા ચિંતિત થઈ છે. આમાં ધારાવી વિસ્તારમાં પણ દરદીની સંખ્યા વધુ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોરોના 371 દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા અપાઈ છે. પરંતુ શહેરમાં આજ દિન કોરોનાના 11360 દરદી વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.મુંબઈમાં છેલ્લા દોઢ મહિનાથી ઝુંપડપટ્ટી અને ચાલી કોરોનાથી મુક્ત બની હતી. આજે શહેરની ચાર ઝૂંપડપટ્ટી તથા ચાલને સીલ કરવા પડયા છે અને શહેરના 88 મકાનોને સીલ કરાયા છે. જ્યાં પાંચથી વધુ કોરોના દરદીઓ છે, એમ પાલિકાએ જણાવ્યું હતું. જ્યારે રાજ્યમાં કોરોનાના 1193 દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે જ્યારે રાજ્યમાં અત્યારે 18,257 દરદીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. હાલમાં 133748 લોકો હોમ ક્વોરન્ટાઈન છે અને 1078 લોકો સંસ્થાત્મક ક્વોરન્ટાઈન હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.રાજ્યમાં ઓમીક્રોનની સંખ્યા વધીને 450 થઈ છે. તેમાં પૈકી 135 દરદી ઓમિક્રોમથી મુક્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં ઓમિક્રોનના 450 દરદી પૈકી મુંબઈમાં 327 દરદી, પિંપરી- ચિંચવડમાં 26, પુણે ગ્રામીણમાં 18, થાણેમાં- 12, પુણે શહેરમાં 12, નવી મુંબઈ-7, પનવેલ-7, કલ્યાણ-ડોંબિવલી-7, નાગપુરમાં-6, સાતારા-6, ઉસ્માનાબાદ-5, વસઈ-વિરાર-3, નાંદેડ-3, ઔરંગાબાદ-2, બુલઢાણા-2, ભિવંડી- નિઝામપુર-2, લાતુર-1, અહમદનગર-1, આડોલા-1, મિંરાભાઈંદર-1, કોલ્હાપુરમાં 1 દરદીનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500