Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યશ અને નયનતારા ફિલ્મ ‘ટોક્સિક’માં સાથે જોવા મળશે, હાલ શૂટિંગ દેશમાં જ કરી રહ્યા છે

  • June 16, 2024 

અભિનેતા યશે કેજીએફ ચેપ્ટર ટુ’ની સફળતા પછી લગભગ બે વરસે તેની આગામી ફિલ્મ ટોક્સિકની ઘોષણા કરી હતી. હવે આ ફિલ્મના શૂટિંગને લઇને અપડેટ આવ્યું છે. રિપોર્ટસના અનુસાર, યશ અને નયનતારાએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલ તેઓ ભારતમાં જ શૂટિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, ડાયરેકટ ગીતુ મોહનદાસે 200 દિવસ માટે ટોક્સિકનું શેડયુલ નક્કી કર્યું છે. જેમાં 150 દિવસોનું શૂટિંગ ભારતમાં કરવામાં આવશે અને આ પછી ફિલ્મની ટીમ લંડનમાં શૂટિંગ કરવા માટે રવાના થશે.

કહેવાય છે કે, ફિલ્મ સર્જકને અમુક દ્રશ્યોના શૂટિંગ રિયલ લોકેશન પર શૂટ કરવા છે. સૂત્રે જણાવ્યું હતું કે, ટોક્સિક ફિલ્મની તાસીર લગ જ હશે. દિગ્દર્શક ગીતૂ યશને અલગ જ રીતે પડદા પર ઉતારવા ઇચ્છે છે. ખાસ કરીને તેને યશની કેજીએફ ફિલ્મની ઇમેજ તોડવી  છે અને આ ફિલ્મમાં તેની જરા હટકે ઇમેજ બનાવાનાપ્રયાસ કરશે. આ પહેલા આ ફિલ્મમા કરીના કપૂર ખાન કામ કરવાની હતી. ફિલ્મમાં તે યશના પાત્રની બહેનની ભૂમિકામાં જોવા મળવાની હતી. પરતુ યશ અને કરીનાની તારીખ ક્લેશ થતાં કરીનાએ આ ફિલ્મ છોડી દીધી અને તેના સ્થાને નયનતારાને લેવામાં આવી છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application