Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાજમહલમાં બૉમ્બ હોવાનો ખોટો કૉલ કરનારની ધરપકડ કરવામાં આવી

  • March 05, 2021 

બૉમ્બ હોવાનો ખોટો કોલ આવ્યા બાદ ગુરુવારે સવારે આગ્રાના તાજમહેલને ખાલી કરાવવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. આ ખોટો કૉલ કરનાર વિમલ કુમાર સિંહની ફિરોઝાબાદથી ધરપકડ કરવામાં આવી હતી, એમ એડિશનલ ડિરેક્ટર જનરલ (એડીજી) ઓફ પોલીસ, આગ્રા ઝોન, એ. સતીષ ગણેશે જણાવ્યું હતું.

 

 

 

 

 

વિમલકુમાર સિંહે સવારે નવ વાગ્યે ઉત્તર પોલીસના ઇમર્જન્સી રિસ્પોન્સ નંબર ૧૧૨ પર કૉલ કર્યો હતો અને તાજમહેલમાં બૉમ્બ હોવાનો દાવો કર્યો હતો. તાજમહેલની દેખરેખ આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઇ) દ્વારા અને સુરક્ષા સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઇએસએફ) દ્વારા કરવામાં આવે છે. પોલીસે તાત્કાલિક સીઆઇએસએફને માહિતી આપી હતી જેઓએ તાત્કાલિક ૧૭મી સદીના સ્મારકને ખાલી કરાવ્યું હતું અને બૉમ્બ શોધવાની શરૂઆત કરી હતી. તાજમહેલની તપાસ વખતે કંઇ પણ શંકાસ્પદ કે જોખમી વસ્તુ મળી આવી નહોતી, એમ સીઆઇએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું.

 

 

 

 

 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, કાસગંજના પતિયાલીનો રહેવાસી વિમલ સિંહ હાલમાં ફિરોઝાબાદના નારખી વિસ્તારના ઓખરા ગામમાં તેની નાનીને ત્યાં રહેતો હતો, એમ એડીજીએ જણાવ્યું હતું.‘વિમલ સિંહ માનસિક અસ્થિર છે તેવું પ્રથમદર્શી રીતે પ્રતીત થાય છે અને તેની સારવાર ચાલી રહી છે. તેણે બૉમ્બ હોવાનો ખોટો કોલ શા માટે કર્યો હતો એ અંગે તપાસ ચાલી રહી છે. પોણા બે કલાક સુધી બૉમ્બની તપાસ કર્યા બાદ તાજમહેલ મુલાકાતીઓ માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો’, એમ તેમણે જણાવ્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application