Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

World lion day : તાપી જિલ્લાની શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ

  • August 10, 2023 

વ્યારાની એમ.પી.પટેલ હાઈસ્કૂલ અને કે.બી પટેલ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, સોનગઢની હાઇસ્કુલ અને સીંઘાનિયા હાઈસ્કૂલ અને વાલોડ તાલુકા ની વિનયમંદિર ગ્રામભારતી સ્કૂલ કહેર કલમકુઈ ખાતે કરવામાં આવી.આ પ્રોગ્રામ નું આયોજન વન વિભાગ વ્યારા અને સરિસૃપ સંરક્ષણ સોસાયટી સુરત ગુજરાત ના સયુંકત ઉપક્રમે ઉજવણી કરવા માં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ ને ગુજરાતના ગૌરવ એવા એશિયાટિક લાયન ( ભારતીય સિંહ) વિષે માહિતી આપવા માં આવી અને સાસણગીર માં કઈ રીતે સિંહ નું અભ્યારણ બનાવ્યું શા માટે જરૂર પડી એ વિષ્ય પર વિદ્યાર્થીઓને માહિતી આપવા માં આવી હતી.



તાપી જિલ્લાના માં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી માં આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વ્યારા માં એમ.પી.પટેલ શાળા માં પ્રિન્સીપાલ કૃપા બેન શાહ , કે.બી.પટેલ સ્કૂલ ના સેજલ બેન પંચોલી, શ્વેતા બેન શાહ ,આર એફ ઓ વ્યારા અનિલ ભાઈ પ્રજાપતિ,ફોરેસ્ટર ધર્મેશ સુરતી ,અરવિંદ ચૌધરી અને સરીસૃપ સંરક્ષણ સોસાયટી ના ટ્રસ્ટી વગરેએ ભાગ લીધો હતો વાલોડ તાલુકાના કહેર કલમકુઈ ગામે વિનયમંદિર ગ્રામભારતી ખાતે મહુવા વન વિભાગ ના સ્ટાફ અને સરિસૃપ સંરક્ષણ સોસાયટી ના સભ્યો ઇમરાન વૈદ, સૂરજ ચૌધરી  સાદીક શેખ અને હિરેન ગામીત હાજર રહ્યા હતા.સોનગઢ ખાતે જે કે પેપરની સિંઘાનિયા હાઇસ્કુલમાં આર એફઓચિરાગ આજરા, પી.એસ.આઇ. ચૌધરી ,સરિસરૂપ સંરક્ષણ સોસાયટી ના સભ્યો બકુલભાઈ મેહતા વગેરે હાજર રહ્યા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application